Satya Tv News

સૌરાષ્ટ્રનો સૌથી મોટો પાલીતાણા શેત્રુંજી ડેમ છલક સપાટી પર પહોંચ્યો છે. શેત્રુંજી ડેમની સપાટી હાલ 33 ફૂટે પહોંચી છે હાલ ડેમમાં 29 હજાર ક્યુસેક પાણીની આવક શરૂ છે. શેત્રુંજી ડેમ 90% થી વધુ ભરાઈ જતા 17 જેટલા ગામો માટે હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. પાલીતાણાના નાની રાજસ્થળી, લાપાળીયા, માયધાર અને મેઢા ગામને જાણ કરવામાં આવી છે. જ્યારે તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પીંગળી, ટીમાણા, સેવાળીયા, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપર ગામોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર-જવર ન કરવાની કડક સુચના આપવામાં આવી છે. શેત્રુંજી ડેમ 34 ફૂટની સપાટીએ ઓવરફ્લો થાય છે.

હવામાન વિભાગે હજુ આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે જેમા આજે દક્ષિણ ગુજરાતમાં અતિભારે તેમજ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે, આ સિવાય 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠામાં રેડ
એલર્ટ આપવામાં આવ્યુ છે તેમજ 23મી જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સિઝનનો કુલ 59.11 ટકા વરસાદ વરસ્યો છે.

error: