Satya Tv News

મણિપુરમાં ભીડ દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાનો વીડિયો વાયરલ થયા બાદ ખુબ હંગામો મચ્યો છે. વીડિયો સામે આવ્યાના બે દિવસ બાદ મુખ્ય આરોપીના ઘરને શુક્રવારે ભીડે બાળી મૂક્યું. વાયરલ વીડિયોમાં મણિપુરના કાંગપોક્પી જિલ્લામાં મહિલાઓને ભીડ દ્વારા નગ્ન અવસ્થામાં ફેરવતા જોવા મળી રહ્યા છે. આરોપ છે કે મહિલાઓ પર દુષ્કર્મ પણ કરાયું.

પીડિતાએ સુનાવી આપવીતિ

પીડિતાએ જણાવ્યું કે કેવી રીતે તેને અને વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી અન્ય એક મહિલાને બાકી લોકોથી અલગ કરી દીધા. ત્યારબાદ તેમણે અન્ય પીડિતાના ભાઈ અને પિતાની સાથે મેઈન રોડ પર લાવવામાં આવ્યા. પીડિતાએ કહ્યું કે ભીડે અમારું બધુ બાળી મૂક્યું અને અમને મેઈન રોડ પર ઢસડીને લઈ ગયા. તેમણે અમને મુક્કા માર્યા. કિક મારી અને બાહોમાં દબોચી લીધી. એક માણસે અમારા ઉપરના તમામ કપડાં ફાડી નાખ્યા અને અમારા સ્તન પકડી લીધા.

પીડિતાએ જણાવ્યું કે બીજી યુવતી અને તેના નાના ભાઈએ મેઈન રોડ પર ઊભેલી પોલીસ જીપમાં ઘૂસીને બચવાની કોશિશ કરી પરંતુ ભીડે તેમને ત્યાંથી પણ ખેચી લીધા. જીપમાં બે પોલીસકર્મી અને એક ડ્રાઈવર હતા. પરંતુ તેમણે આ ઘટનાથી મોઢું ફેરવી લીધુ. પોલીસકર્મીોએ ભીડને ‘ફ્રી હેન્ડ’ આપી દીધો.

પીડિતાએ કહ્યું કે પોલીસકર્મીઓએ ફ્રી હેન્ડ આપ્યા બાદ મૈતેઈ ભીડ વધુ ઉગ્ર બની અને તેમણે બીજી પીડિતાના પિતા અને ભાઈને ગુસ્સામાં મારવાનું શરૂ કરી દીધુ. તેમને એટલા માર્યા કે તેમના મોત થઈ ગયા. ત્યારબાદ તેમના મૃતદેહોને નાળામાં ફેંકી દીધા.

પીડિતાએ જણાવ્યું કે હત્યા કર્યા બાદ ભીડમાં સામેલ યુવકોએ અમને બંનેને સંપૂર્ણ નગ્ન થવા પર મજબૂર કર્યા. અમે કપડાં ઉતારવાનો વિરોધ કર્યો તો કહેવાયું કે જો નહીં ઉતારો તો તમને જાનથી મારી નાખીશું. ત્યારબાદ લોકો અમને ધકેલતા અને ઢસડતા રસ્તા કિનારે ધાનના ખેતરમાં લઈ ગયા. આ દરમિયાન આ આખી ઘટના ભીડમાં રહેલા લોકો મોબાઈલમાં કેદ કરતા રહ્યા. જે હવે વાયરલ થઈ છે. અમે પોતાને બચાવવા માટે જે પણ કરી શકતા હતા તે કર્યું. મે તેમની પાસે ભીખ માંગી. તેમણે કહ્યું કે હું એક મા છું પરંતુ કોઈને દયા ન આવી.

error: