ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે પોલીસે આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથી રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ ઉપરાંત ત્યાં બંને આરોપીઓ પાસે માફી મંગાવી હતી અને ઉઠકબેઠક પણ કરાવી હતી.એસજી હાઇવે પર ઇસ્કોન બ્રિજ પર મધરાતે થયેલા અકસ્માત મામલે જેગુઆર કારચાલક તથ્ય પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે. એસજી-2 પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો છે.આ અકસ્માત મામલે FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, તથ્યની ગાડી 160 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી રહી હતી. ત્યારે પોલીસે પણ તથ્ય પટેલની કસ્ટડી મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, જેગુઆર કારમાં સવાર તમામ લોકોની મેડિકલ તપાસ કરવામાં આવશે. કારમાં સવાર તમામ લોકોએ નશો કર્યો હતો કે નહીં તેની તપાસ કરવામાં આવશે.
અકસ્માત માં 10 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં એક પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનનું પણ મોત નીપજ્યું છે.