Satya Tv News

રાજસ્થાનમાં વારંવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે, તો બીજી તરફ મણિપુરમાં પણ ભૂકંપ આવ્યો હતો. રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક કલાકમાં ત્રણ વાર ધરતી ડોલી હતી અને ભૂકંપના ઝટકાથી ડરેલા લોકો ઘરની બહાર ભાગતા દેખાયા હતા. જયપુર સહિત આજૂબાજૂના વિસ્તારમાં ભૂકંપના ઉપરાઉપરી આંચકા અનુભવાયા હતા.જયપુરમાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ક્રમશ: 3.1, 3.4 અને 4.4 માપવામાં આવી હતી. હાલમાં કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી.

જયપુર શહેરમાં શુક્રવાર એટલે કે આજે સવારે એક કલાકની અંદર ત્રણ વાર ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને ત્રણ વાર તેની તીવ્રતા અલગ અલગ માપવામાં આવી હતી. જયપુરમાં સૌથી લેટેસ્ટ ભૂકંપના ઝટકા સવારે 4 કલાકને 25 મિનિટ પર અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.4 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ તેની સૂચના આપી હતી. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી.

error: