Skip to main content

Satya Tv News

પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસેલી પાકિસ્તાની મહિલા સીમા હૈદર અત્યારે ભારત અને પાકિસ્તાન બન્ને દેશોમાં ટૉપ ટ્રેન્ડિંગમાં છે, સીમા હૈદર સતત ચર્ચામાં રહે છે, અને હવે એટીએસે પણ સીમા હૈદર અંગે તપાસ કરવાનું શરૂ કરી દીધું છે. આ કેસમાં કેટલાક સીમા હૈદરને સચિન મીનાની પ્રેમિકા બતાવી રહ્યાં છે, તો કેટલાક તેને પાકિસ્તાની જાસૂસ કહી રહ્યા છે. આ બધાની વચ્ચે ઉત્તરપ્રદેશની એટીએસ છેલ્લા ત્રણ દિવસથી સરહદ પર સતત પૂછપરછ કરી રહી છે. રોજ કેટલાય ઘટસ્ફોટ ખુલાસા થઈ રહ્યા છે, પરંતુ ગુરુવારે તેના વિશે અત્યાર સુધીનું સૌથી મોટું રહસ્ય ખુલ્યું છે. નેપાળમાંથી તેના વિશે કેટલાય પુરાવા છે. તેને પોતાનું અસલી નામ બદલીને ભારતમાં પ્રવેશ કર્યો હોવાનો ખુલાસો થયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેપાળથી ગ્રેટર નોઈડા આવતી બસ સર્વિસના મેનેજર પ્રસન્ના ગૌતમે જણાવ્યું કે તેને પ્રીતિ તરીકે ચાર સીટ બુક કરાવી છે. તેને આ ચારેય સીટો તેના ચાર બાળકો માટે બુક કરાવી હતી. જ્યારે બસ સર્વિસના કર્મચારીઓએ તેને તેનું આઈડી પૂછ્યું ત્યારે સીમાએ વિશ્વાસપૂર્વક કહ્યું કે તે ભારતીય છે અને તેની પાસે ભારતીય આધાર કાર્ડ પણ છે, એટલું જ નહીં તેની પાસે નેપાળી ચલણ હતું જે તેને બસના ભાડા માટે આપ્યું હતું. જોકે, જ્યારે ભાડું ઓછું હતું, ત્યારે તેને તેના મિત્ર સચિન મીનાને ઓનલાઈન એટલે કે UPIA કરાવ્યું.

error: