મધ્ય પ્રદેશ પાર્સીગની ટ્રકમાં પશુદાનની બોરીઓની આડમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સેગવાથી સાધલી તરફ જતાં ટ્રકને શિનોર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી રૂપિયા 30.33 લાખની કિંમતનો ભારતીય બનાવટનો 525 પેટી વિદેશી દારૂ જપ્ત કરી પોલીસે બે શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
શિનોર PSI એ.આર.મહિડા આજરોજ અન્ય પોલીસ સ્ટાફના માણસો સાથે શિનોર તાલુકા પોલીસ મથકે હાજર હતાં.તે દરમિયાન તેઓને બાતમી હકીકત મળી હતી કે મધ્ય પ્રદેશ પાર્સીગની એક ટ્રક મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને નીકળી છે.જે ટ્રક સેગવા ચોકડીથી સાધલી તરફ જનાર છે.જે બાતમીના આધારે PSI એ.આર.મહિડાએ પોલીસની અલગ અલગ ટીમો બનાવી સેગવા – સાધલી માર્ગ પર પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન અવાખલ ગામ પાસે એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં પોલીસે ટ્રક ને રોકી કોડર્ન કરી ટ્રકમાં તપાસ કરતાં પશુદાનની બોરીઓની આડમાં સંતાડેલ અલગ અલગ બ્રાન્ડની 525 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી.જેને ખાલી કરીને બોટલોની ગણતરી કરતાં 12,504 નાની મોટી બોટલો મળી આવી હતી.જેની કિંમત રૂપિયા 30.33 લાખ થાય છે.પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક અને પશુદાનની બોરીઓ સહિત રૂપિયા 46,09,630 ના મુદ્દામાલ સાથે મધ્ય પ્રદેશના બે શખ્સની ધરપકડ કરી વિદેશી દારૂ નો જથ્થો મોકલનાર અને મંગાવનાર તેમજ મદદગારી કરનારા ઈસમોને પણ ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ઇતિહાસમાં પ્રથમ વાર શિનોર તાલુકામાં આટલી મોટી માત્રામાં વિદેશી શરાબનો જથ્થો પકડનાર શિનોર PSI એ.આર.મહિડા અને તેઓની સમગ્ર પોલીસ ટીમની સરાહનીય કામગીરીને લોકો બિરદાવી રહ્યા છે.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર