Satya Tv News

નર્મદા: સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડીયાપાડા ખાતે આચાર્યશ્રી ડો.અનિલાબેન કે. પટેલ ની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ અંગ્રેજી વિભાગ દ્વારા અમેરિકાના પ્રસિદ્ધ નવલકથાકાર અને પત્રકાર અર્નેસ્ટ હેમીંગવે ની 124મી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે હિન્દી વિભાગના અધ્યાપક ડો.રમેશ વસાવા અને કોલેજ લાઇબ્રેરીના લાયબ્રેરીયન સંજય પરમાર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યો હતો.

આ કાર્યક્રમમાં અનુક્રમે કૃષ્ણ,ભૂમિ વસાવા, કોમલ વૈષ્ણવ અને સુનિલ વસાવા દ્વારા અર્નેસ્ટ હેમીંગવે પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. પ્રસંગને અનુરૂપ અંગ્રેજીના અધ્યાપક મહેશભાઈ વસાવા દ્વારા અર્નેસ્ટ હેમિંગવે ની લેખન શૈલી અને નોબલ પ્રાઈઝ મેળવવાની અદભૂત સફરના પ્રસંગો વર્ણવ્યા હતા. ત્યારબાદ અર્નેસ્ટ હેમિંગવેની જાણીતી લઘુ નવલિક પર આધારિત એક ફિલ્મ ‘ઓલ્ડ મેન એન્ડ સી’ નું પણ પ્રદર્શન યોજવામાં આવેલ હતું. જેને સૌ વિદ્યાર્થીઓ સહિત આવેલ મહેમાનગણોએ માણ્યું હતું. ફિલ્મ પ્રદર્શન બાદ ઉપસ્થિત મહેમાન સંજયભાઈ પરમાર દ્વારા પ્રસંગને અનુરૂપ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું. અંતે અંગ્રેજીના અધ્યાપિકા ઉમિયાબેન વસાવા દ્વારા આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન અંગ્રેજીના અધ્યાપક સંદીપભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યો હતો.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: