ઝઘડિયા :મણિપુર આદિવાસી મહિલા સાથે થયેલા કથિત અત્યાચારના કસૂરવારોને સખ્ત સજાની માંગ સાથે આદિવાસી સમાજ લાલઘૂમ
મણિપુરમાં આદિવાસી સમુદાયમાં સમાવવા બાબતે થઈ રહેલ તોફાનોમાં આદિવાસીઓ સાથે થઈ રહેલા કથિત અત્યાચાર અટકાવવા અને રાજ્યમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે આદિવાસી સમાજ દ્વારા ઝઘડિયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર મણિપુરમાં 3 મે ના રોજથી તોફાનો ફાટી નિકળ્યા છે જે હજુ સુધી અટકવાનું નામ નથી લઈ રહ્યા. દિવસે ને દિવસે હિંસક ઘટનાઓ સામે આવી રહી છે. આ તોફાનોમાં અત્યાર સુધી ૧૫૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે ૬૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. હાલમાં જ સોશ્યલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં બે કુકી આદિવાસી મહિલાઓને નગ્ન કરીને રસ્તા પર ચલાવવામાં આવી રહી છે ત્યારબાદ સામુહિક બળાત્કાર પણ કરવામાં આવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
આ ફક્ત એક જ ઘટના નથી પરંતુ આવી અન્ય ઘટનાઓ પણ કુકી આદિવાસીની મહિલાઓ સાથે થઇ હોવાના આક્ષેપ આવેદનપત્રમાં કર્યા છે.આટલું જ નહી પરંતુ કુકી આદિવાસીઓના ગામોને રંજાડવામાં આવી રહ્યા છે ઘરો સળગાવી દેવામાં આવ્યા છે અને કુકી આદિવાસીઓને તેમના ગામો ખાલી કરવા માટે મજબુર કરવામાં આવી રહ્યા છે. આ વિડીયો જે વાયરલ થયો છે તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તોફાનો કેટલા હિંસક અને ભયાવહ છે. જે કોઈ અપરાધી છે તે લોકો વિરુધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરી હતી.મણિપુર હિંસા રોકવામાં ત્યાંની ભાજપ સરકાર નિષ્ફળ રહી ગઈ હોવાના આક્ષેપ કર્યા હતા. દેશના વડાપ્રધાન પણ આ હિંસાઓ રોકવા માટે પ્રયાસ કરી રહ્યા નથી એવા પણ આક્ષેપ કર્યા છે. ક્યાંક ને ક્યાંક મણિપુરની રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર આ હિંસાને સમર્થન આપી રહી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. કેંદ્ર સરકારના વલણ પરથી લાગી રહ્યુ છે કે તેઓ મણિપુરને ભારત દેશનો ભાગ માનતા નથી. મણિપુરના લોકો સતત રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની તથા સરકાર ત્યાં શાંતિ સ્થાપે તેવી માંગ કરી રહ્યા છે પરંતુ સરકાર દ્રારા કોઇ પણ પ્રકારના ઘડગલા ઉઠાવવામાં આવી રહ્યા નથી. સરકારનું વલણ જોતા તો લાગી રહ્યુ છે કે જાણે સરકારે જાણી જોઈને મણિપુરને સળગવા માટે અને કી આદિવસીઓને મરવા માટે છોડી દિધા છે. તેથી રાજ્ય સરકાર અને કેંદ્ર સરકાર પ્રત્યે આશા રાખવી નિરર્થક છે. મણિપુરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા માટે પ્રયાસ કરે જો આ બાબતે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે અને મણિપુરના કુકી આદિવાસીઓને ન્યાય આપવામાં નહીં આવે તો આ મુદ્દે સમગ્ર દેશનો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે એવી ચીમકી ઉચ્ચારી હતી.
વિડીયો જર્નાલિસીટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા