ઈસ્કોન બ્રિજ પાસે કોઈ અકસ્માત થયો હોય તો સરકાર પાસે કોઈ પુરાવો ન મળે, કારણ કે, અહી કોઈપણ પ્રકારના સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આવામાં તથ્ય પટેલની જેગુઆર કારનો અકસ્માત એક વીડિયોમાં કેદ થયો હતો. જો આ વીડિયો એક બાઈક શોખીન યુવકે બનાવ્યો હતો. જે તે સમયે ત્યાંથી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો. તેની બાઈક પર 360 ડિગ્રી કેમેરો લાગ્યો હતો અને આ કેમેરામાં જેગુઆરની સ્પીડ કેપ્ચર થઈ હતી. જેમાં દેખાયુ કે જેગુઆર જેટ સ્પીડે ત્યાથી પસાર થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
જે હવે ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં મોટો પુરાવો બન્યો છે. તેના બાદ બાઈકર ત્યાંથી રવાના થયો હતો. જોકે, તેની કોઈ ઓળખ સામે આવી નથી. તેણે પોતાનું નામ પણ જણાવવાની ના પાડી છે.
હકીકત તો એ છે કે, બાઈકરે 360 ડિગ્રી કેમેરો ટેસ્ટ કરવા જ લીધો હતો, અને આ ટેસ્ટીંગ એક મોટી ઘટનાનું સાક્ષી બન્યું છે. યુવકે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ આપવાની ના પાડી છે. પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત થતા જ બાઈકરે પોતાની બાઈક ઉભી રાખી હતી. આ યુવક એક વિદેશી કંપનીમાં નોકરી કરી છે. તેણે મહિલા પહેલા જ આ બાઈક ખરીદી હતી. અકસ્માત સમયે તે બાઈક રાઈડિંગ કરવા નીકળ્યો હતો. આવામાં તેને થયુ કે નવા કેમેરાનું ટેસ્ટીંગ પણ કરી લઈએ. તે એસજી હાઈવે પરથી પસાર થયો હતો, ત્યારે તેણે થારનો અકસ્માત જોયો એટલે તે ત્યાં ઉભો રહી ગયો હતો. તેના બાદ તે થોડો આગળ વધ્યો અને જેગુઆર ગાડીએ અકસ્માત સર્જ્યો. આમ, આ બાઈકરનો વીડિયો મોટો પુરાવો બન્યો છે.