Satya Tv News

હવામાન વિભાગે આગામી 24 કલાક સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લામાં ખાસ કરીને વલસાડ, નવસારી, સુરત, દમણ દાદરા નગર હવેલી, જામનગર, દેવભૂમિ દ્વારકામાં ભાવે વરસાદનો અનુમાન છે. તો કચ્છ કેટલા જિલ્લામાં ભારેથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીને લઇને રેડ એલર્ટ આપ્યું છે.

વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અનરાધાર વરસાદના કારણે આજવા રોડ સહિતના રસ્તા પર પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાઇ જવાના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ છે.

વડોદરાના મકરપુર થી ધનિયાવી જવાના હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો છે. વડોદરાના નિઝામપુરા વિસ્તાર પણ પાણી પાણી છે. અહીં પેંશનપુર પટેલ ચોકમાં વરસાદી પાણી ભરાતા રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્વશ્યો સર્જાયા છે. વડોદરામાં રાત્રીથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. સારાભાઈ અને કામદાર સોસાયટીમાં પાણી ભરાઇ જતાં જનજીવન પ્રભાવિત થયું છે. ઘરોમાં અને દુકાનમાં પાણી ઘુસી જતાં સામાનેને મોટું નુકસાન થયું છે.

error: