5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023ની શરુઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડ કપની પહેલી અને અંતિમ મેચ અમદાવાદમાં રમાશે, જેના કારણે ફલાઈટ અને રુમ બુકિંગ વધ્યા છે. આ બધા વચ્ચે NRI ફેન્સ હોસ્પિટલના બેડ પર બુક કરી રહ્યા છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વનડે વર્લ્ડ કપ 2023ની 5 મેચ રમાશે. જેમાં વર્લ્ડ કપની ઓપનિંગ અને ફાઈનલ મેચ રમાશે. તેના અમદાવાદમાં ફલાઈટ અને હોટેલ રુમ બુકિંગ વધ્યા છે.
14-15 ઓક્ટોબરની નજીક હોટલના રૂમના ભાવમાં દસ ગણો વધારો કરવામાં આવ્યો છે અને ઘણી હોટલ તે દિવસ માટે એક લાખ રૂપિયા રેટ રાખ્યો છે. ઘણી હોટલના રૂમ પહેલા જ બુક થઇ ગયા છે. સામાન્ય રીતે એક લક્ઝરી હોટલમાં એક દિવસનું ભાડું પાંચથી આઠ હજાર રૂપિયા હોતું હોય છે જે 15 ઓક્ટોબર માટે વધારીને 40,000 થી એક લાખ રૂપિયા થઇ ગયો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, હોટલ રુમના ભાવ વધવાને કારણે બહારથી આવતા ફેન્સ નાઈટ સ્ટે માટે હોસ્પિટલના રુમ બુક કરી રહ્યા છે. ફૂલ બોડી ચેકઅપના નામ પર ઘણા લોકો આખો બ્લોગ બુક કરાવી રહ્યા છે.
ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, હોસ્પિટલના બેડ અને રુમ બુકિંગ માટે યુએસ, કેનેડા અને કેન્યા જેવા દેશોમાંથી ઈન્કાવાયરી આવી રહી છે.