Satya Tv News

સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે બાળકનું મોત થયું હતું.

હાલના આધુનિક યુગના જમાનામાં પણ લોકો અંધશ્રદ્ધામાં માને છે. કેટલાક લોકો તબીબી સારવાર કરાવવાના બદલે ભગત ભુવા, બાપુ પાસે સારવાર કરાવે છે. સુરતના ઉધના ખાતે પેટમાં દુખાવાની તકલીફ સાથે 7 માસના માસુમ બાળકને દવાખાનના બદલે ભુવા પાસે લઈ જવામાં આવ્યું હતું. ભુવાએ બાળક માટે ચીઠ્ઠી બનાવીને આપી હતી. આ દરમિયાન ત્રીજા દિવસે બાળકનું મોત થયું હતું.

ઉધના પટેલનગરમાં રહેતા રાજુ રાઠોડ મજૂરી કામ કરી પત્ની, ત્રણ સંતાનોનું ગુજરાન ચલાવ છે. ત્રણ દિવસ પહેલા તેમના સાત મહિનાના માસુમ પુત્રને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. પિતા સહિતનો પરિવાર તેને દવાખાને લઈ જવાના બદલે ઘોડદોડ રોડ રામચોક પાસે તેમના માનીતા ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ તેને જોઈ ચીઠ્ટી લખી આપી હતી. દરમિયાન તેની તબિયત વધુ લથડતાં 108ને જાણ કરી હતી. હોસ્પિટલે પહોંચ્યા બાદ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. માસુમ પુત્રને ગુમાવ્યા બાદ પરિવારે તબીબ પાસે લઈ જવાના બદલે ભુવા પાસે લઈ જવાની ભૂલ સ્વીકારી હતી.

error: