Satya Tv News

હાલ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ડભોઇ શહેરના કેટલાક વિસ્તારોમાં ઠેરઠેર ઉભરાતી ગટર કનેક્શનમાં પીવાના પાણીના કનેક્શન મિક્સ થઈ જતા લોકો જાડા ઉલટી માં સપડાયા હોવાથી સરકારી દવાખાના ખાતે છેલ્લા ત્રણ દિવસમાં 52 ઉપરાંત દર્દીઓએ સારવાર લીધી હોવાનું જાણવા મળે છે, જ્યારે રોજે રોજ આ મુજબના ઝાડા ઉલટી ના કેસો સરકારી દવાખાના અને ખાનગી હોસ્પિટલોમાં આ મુજબના દર્દીઓ સારવાર લેતા નજરે પડે છે, ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા વધુ રોગચાળો વકરે નહીં તેની તકેદારીના ભાગરૂપે જ્યાં જ્યાં મિક્સ લાઈનો થતી હોય, ત્યાં તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી કરે તેવી લોકમાં ગોઠવા પામી છે. ડભોઇ નગરપાલિકાની પીવાની પાઇપલાઇનમાં કેટલી જગ્યાએ ગટરનું ગંદુ પાણી મિક્સ થઈ ગયું છે. વહેલી તકલી પાણીમાં લીકેજ તપાસ કરી વહેલી સાફ-સફાઈ થાય લોકોની માંગણી છે.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: