મેષ (અ.લ.ઈ.)
આજનો દિવસ નોકરીના સ્થળે સામાન્ય જવાબદારી વધશે. મોસાળપક્ષે સાચવીને વ્યવહાર કરવો. ભાઈ-બહેનો તરફથી સારું સુખ જણાય છે. આર્થિક લાભની સારી તકો મળશે.
વૃષભ (બ.વ.ઉ.)
આજનો દિવસ ધનપ્રાપ્તિના સારા અવસરો મળશે. રોજગારીની ઉત્તમ તકો મળશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે. નવી વસ્તુઓ ખરીદવા કે વેચવામાં લાભ જણાશે.
મિથુન (ક.છ.ઘ.)
આજનો દિવસ સ્થાન પરિવર્તનના યોગો જણાય છે. લેવડ-દેવડમાં અનુકૂળતા જણાશે. રાજ્યપક્ષે સાધારણ તકલીફ જણાશે. જીવનસાથીના સ્વાસ્થ્ય બાબતે સાવધાની રાખવી.
કર્ક (ડ.હ.)
આજનો દિવસ વડીલ વર્ગ દ્વારા સારા લાભની સંભાવના. શેરબજાર અને સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં સાચવવું. ખાનપાનમાં કાળજી રાખવી. પસંદગીના કાર્ય કરવાથી લાભ જણાશે.
સિંહ (મ.ટ.)
આજનો દિવસ મહત્વના નિર્ણયો લેવામાં કાળજી રાખવી. પગ અને કમરના દર્દમાં સંભાળવું. વ્યવસાયમાં ધીમી ગતિએ સફળતા જણાશે. પ્રેમસંબંધોમાં તકલીફ જણાશે.
કન્યા (પ.ઠ.ણ.)
આજનો દિવસ માનસિક શાંતિમાં વૃદ્ધિ થશે. દામ્પત્ય સુખમાં સહયોગ મળશે. તણાવયુક્ત જીવનશૈલીથી દૂર રહેવું. કામકાજમાં વિરોધીઓથી સાચવવું.
તુલા (ર.ત.)
આજનો દિવસ કામકાજમાં સાધારણ થાક અનુભવશો. ભૂમિ, વાહન-મકાન સંબંધી લે-વેચમાં સાચવવું. ધંધામાં સારી અનુકૂળતા જણાશે. ઈષ્ટમિત્રોનો સારો સહકાર મળશે.
વૃશ્ચિક (ન.ય.)
આજનો દિવસ આર્થિક બાબતમાં લાભ થશે. નોકરી-ધંધામાં સારો લાભ જણાશે. જૂની વસ્તુ વેચી નવું લેવાના યોગ બનશે. વાહન ચલાવવામાં કાળજી રાખવી.
ધન (ભ.ધ.ફ.ઢ.)
આજનો દિવસ આર્થિક રોકાણ માટે સમય ઉત્તમ છે. માનસિક તણાવથી પરેશાની વધશે. સહકર્મચારીનો સારો સહયોગ મળશે. લોભ લાલચમાં આવી કોઈ કામ કરવું નહીં.
મકર (ખ.જ.)
આજનો દિવસ જીવનસાથીનો ઉત્તમ સહયોગ મળશે. આવકમાં વધારો થશે. સંતાનોના પ્રશ્નોમાં રાહત અનુભવશો. નાની-નાની મુશ્કેલીમાંથી માર્ગ મળશે.
કુંભ (ગ.શ.સ.ષ.) આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે ચઢાવ-ઉતાર જોવા મળશે. પ્રેમસંબંધોમાં મન પ્રસન્ન રહેશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.
મીન (દ.ચ.ઝ.થ.)
આજનો દિવસ ધંધાકીય બાબતોમાં થોડી ચિંતા રહેશે. ધંધાને અને પરિવારને સાથે ના રાખો. યાત્રા-પ્રવાસના યોગ બનશે. પરિવારમાં સાધારણ અશાંતિ જણાશે.