આગ ને પગલે ધુમાડાએ આકાશમાં સામ્રાજ્ય જમાવ્યુ
અનેક કંપનીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા
નજીક માં રહેલ કંપનીઓ સહિત લુવારા ગામના લોકોના જીવ ટાળવે ચોંટ્યા
વહીવટી તંત્ર દોડતુ થયુ




દહેજ સ્થિત એક કંપનીમાં બ્લાસ્ટ થતા આગ ફાટી નીકળી હતી.જેને પગલે પંથકની અનેક કંપની ના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી લાગેલ ભીષણ આગ ને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા.
દહેજ સ્થિત સેઝ – ૨ માં આવેલ રોહા ડાયકેમ પ્રા. લી. કંપની માં બપોર ના સમયે બ્લાસ્ટ થવા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી.જેને પગલે કંપની કામદારો સહિત બાજુમાં આવેલ લુવારા ગામના લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા.જોત જોતામાં ધુમાડા એ વાદળ માં પોતાનું સામ્રાજ્ય સ્થાપી દીધુ હતુ.બનાવને પગલે કંપની કામદારોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગ ને કાબુમાં લેવા માટે પંથક ની અનેક કંપની ના ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી જઇ પોતાની કામગીરી આરંભી દીધી હતી.તેમ છતાં આગ કાબુમાં આવી ન હતી.સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ કંપનીના બીટા પ્લાન્ટમાં ઈકવિપમેન્ટ ચાલુ કરવા જતા આગ લાગી હોવાનું માનવામાં આવે છે.જ્યારે કામદારો સહી સલામત કંપની ની બહાર નીકળી ગયા હતા.આગ નો બનાવ બનતા સરકારી તંત્ર પણ દોડતુ થયુ હતુ.આ લખાઈ રહ્યુ ત્યારે હજુ સુધી કોઈ જાનહાની નહિ થયાની વિગતો સાંપડી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એકાદ વર્ષ પહેલા પણ રોહા કંપની માં આગ ફાટી નીકળી હતી.વારે ઘડીએ બનતી આગ ની ઘટના ને લઈ આસપાસની કંપની સહિત નજીક ના ગામડા ના લોકોની સુરક્ષા સામે સવાલો ઉભા થયા વિના રહેતા નથી.કંપનીમાં આગ કઈ રીતે લાગી એ તો તપાસ દરમિયાન જ ખબર પડશે.જોવુ રહ્યુ કે સરકારી તંત્ર કંપની સામે તપાસ ના અંતે કેવા પગલા લે છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી -વાગરા.