Satya Tv News

મણીપુર માં બનેલ ઘટનાને લઈને આદિવાસી સમાજ દ્વારા બંધના એલાને સમર્થન આપતા રાજપીપળા માં શાકભાજી માર્કેટ સહિત તમામ બજારો સંપૂર્ણપણે બંધ જોવા મળ્યા છે.

મણીપુર માં આટલા ઘણા સમય થી તોફાનો ફાટી નીકળ્યા છે ત્યારે તેમાં કેટલાક આદિવાસી સમાજના લોકોને ગામ અને ઘરો છોડીને જતા રહેવાનો વારો આવ્યો છે.

ત્યારે થોડાક દિવસ અગાઉ જ એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો, તેમાં મહિલાને નગ્ન હાલત માં ગામમાં ફેરવતા હોય તેવો સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે ,તેને લઈને કેટલાક આદિવાસી સમાજના સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવ્યું હતું તેને લઈને આજે નર્મદા જિલ્લામાં કેટલાક ગામો સહિત કેવડિયા, રાજપીપળા નાં તમામ બજારો બંધ જોવા મળ્યા હતા અને આજે બંધના એલાન ને સમર્થન આપ્યું હોય તેમ જોવા મળ્યું છે,

રાજપીપળા માં શાકભાજી માર્કેટમાં રોજ છૂટક લઈને શાક માર્કેટમાં ધંધો કરતા તમામ છૂટક વેપારીઓએ આદિવાસી સમાજના બંધને એલાનને સમર્થન આપ્યું હોય તે રીતે સંપૂર્ણ રીતે શાકભાજી માર્કેટ બંધ જોવા મળ્યું હતું.

વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: