Satya Tv News

ભાવનગર અને કોગડાસાંગાણી સિવાય રાજ્યમાં વિવિધ ભાગોમાં પણ નોંધ પાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં લાલપુર, બાબરા, લોધિકામાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. ખંભાળિયામાં સાડા 3 ઈંચ, જ્યારે ગાંધીધામ, સુરત, કલ્યાણપુર, સિહોર અને ઉમરપાડામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 5 તાલુકામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ પડી ગયો છે. સિઝનના ત્રણ રાઉન્ડમાં જ સરેરાશ 70 ટકા વરસાદ પડ્યો છે. હજુ તો જુલાઈમાં જ ચોથા રાઉન્ડની આગાહી છે. ગુજરાતના બે ઝોનમાં 100 ટકાથી વધુ વરસાદ પડી ચૂક્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સિઝનમાં સૌથી વધુ કચ્છમાં 129 ટકા વરસાદ અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીનો સિઝનનો 103 ટકા વરસાદ પડી ચૂક્યો છે.

આજે સોમવારે વરસાદની આગાહીની વાત કરીએ તો, આજે મેઘરાજા ઉત્તર ગુજરાતને ઘમરોળશે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં વરસાદી માહોલ છે. સાબરકાંઠાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે. રોડ પર વરસાદી પાણી ભરાયાં છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી જોવા મળી રહી છે.

error: