રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ પ્રમાણે ઓગસ્ટ 2023માં બેંક કુલ 14 દિવસ બંધ રહેશે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં બેંકોમાં ઘણી રજાઓ આવે છે. આ મહિનામાં તહેવારો, જન્મજ્યંતિ તેમજ રેગ્યુલર રીતે આવતા શનિવાર અને રવિવારના કારણે બેંકો ઘણા દિવસો સુધી બંધ રહેશે. 15 ઓગસ્ટ એટલે કે, સ્વતંત્રતા દિવસના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે. આ સિવાય ઓણમ, રક્ષાબંધનના કારણે દેશના મોટા ભાગોમાં બેંકો બંધ રહેશે. અને જો એવામાં તમારે પણ આગામી મહિનામાં કોઈ અગત્યનું કામ પૂરું કરવાનું હોય તો રજાના લિસ્ટ મુજબ તમારું પ્લાનિંગ કરીને આ મહિનામાં જ આ કામ પૂરું કરી લેવું જોઈએ.
ઓગસ્ટમાં બેંકો આટલા દિવસો બંધ રહેશે
6 ઓગસ્ટ, 2023 – રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે
8 ઓગસ્ટ, 2023 – ગંગટોકમાં ટેન્ડોંગ લો રમ ફાટના કારણે રજા રહેશે
12 ઓગસ્ટ, 2023- બીજા શનિવારે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે
13 ઓગસ્ટ, 2023- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
15 ઓગસ્ટ, 2023- સ્વતંત્રતા દિવસના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે
16 ઓગસ્ટ, 2023- પારસી નવા વર્ષને કારણે મુંબઈ, નાગપુર અને બેલાપુરમાં બેંકો બંધ રહેશે.
18 ઓગસ્ટ, 2023- શ્રીમંત શંકરદેવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંકો બંધ રહેશે.
20 ઓગસ્ટ, 2023- રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે
26 ઓગસ્ટ, 2023 – ચોથા શનિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે
27 ઓગસ્ટ, 2023- દેશભરની બેંકોમાં રવિવારની રજા રહેશે
28 ઓગસ્ટ, 2023 – પ્રથમ ઓણમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંકો બંધ રહેશે
29 ઓગસ્ટ, 2023 – તિરુનમને કારણે કોચી અને તિરુવનંતપુરમમાં બેંક રજા
30 ઓગસ્ટ, 2023 જયપુર અને શિમલામાં રક્ષાબંધનના કારણે બેંકો બંધ રહેશે
31 ઓગસ્ટ, 2023 – રક્ષા બંધન / શ્રી નારાયણ ગુરુ જયંતિ / પંગ-લાબસોલનો તહેવાર હોવાના કારણે ગુજરાત, દેહરાદૂન, ગંગટોક, કાનપુર, કોચી, લખનૌ અને તિરુવનંતપુરમમાં બેંક રજા