વાગરા તાલુકા ના કડોદરા ગામ ના હાલ ના સરપંચ યોગેશ રણજીત ગોહિલ ફરીથી વિવાદ મા આવ્યા છે. કડોદરા ગામ ના લોકો જણાવી રહ્યા છે કે જયાર થી આ નવા સરપંચ એ પંચાયત નો ચાર્જ સાંભળ્યો છે ત્યાર થી કડોદરા ગામ મા વિવાદ નો વંટોળ નિકરેલ છે, અને હવે તો પક્ષી ઓ પણ હેરાન પરેશાન થઇ ઘર વિહોણા થઇ ગયા છે.કડોદરા ગામ નુ ઘરેણું ગણાતો ચબુતરો કડોદરા ગામ ના સરપંચ તેમજ તલાટી બન્ને પોતાની સત્તા નો દૂર ઉપયોગ કરી સત્તા ના જોરે ચબુતરો ભર ઉનારે 45ડિગ્રી ની કાળ જાળ ગરમી મા ચબુતરો તોડી ને કબુતરો ને ઘર વિહોણા કરી દીધા છે. આ બાબતે કડોદરા ગામ ના નાગરિકો દ્વારા તારીખ 05-06-2023 ના દિવસે મામલતદાર સાહેબ, તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયતને અરજી આપી હતી. આ અરજી ની તપાસ માટે વાગરા TDO ઓફિસ થી વિસ્તરણ અધિકારી દ્વારા સ્થળ તપાસણી કરવા મા આવી હતી, અને પંચકેસ કરવામાં આવેલ હતો .પરંતુ તપાસ કરી ત્યારે અરજદારો ને સાથે રાખેલ ના હતા.અને વિસ્તરણ અધિકારી દ્વારા સરપંચ અને તલાટી ના લેખિત મા જવાબો લીધેલ હતા. પરંતુ વિસ્તરણ અધિકારી ના રિપોર્ટ થી અરજદારો અસતુષ્ટ હતા. જેથી અરજદારો દ્વારા તારીખ 6/7/2023 ના રોજ ફરી થી જિલ્લા વિકાસ અધિકારી ને અરજી કરવામાં આવી હતી. જેની તપાસ માટે તારીખ 22/7/2023 ના રોજ વાગરા તાલુકા વિકાસ અધિકારી જાતે સ્થળ ની મુલાકાત લઇ અરજદારો અને તલાટી સાહેબ ને સાથે રાખી સ્થળ તપાસણી કરી ચબુતરા ની તપાસ કરતા ચબુતરા ની અંદર થી કબૂતર ના માળા સાથે મૃતબચ્ચા ના હાર્ડપિંજર અને ઈંડા અસ્તવ્યસ્ત હાલત મા મળી આવ્યા હતા.આ જોઈ કડોદરા ગામ ના જીવદયા પ્રેમી લોકો ના હોસ ઉડીગયા હતા.અને મૃત કબૂતર ના બચ્ચા તેમજ કબૂતર પ્રત્યે દુઃખ ની લાગણી અનુભવી હતી. આજોઇ પક્ષી પ્રેમી લોકો મા એક શોક નુ મોજું ફરીવર્યું છે. કડોદરા ગામ ના લોકો જણાવી રહ્યા છે કે કડોદરા ગામ ના સરપંચ યોગેશભાઈ રણજીતભાઇ ગોહિલ તેમજ તલાટી સાહેબ દ્વારા વાગરા TDO સાહેબ ને લેખિત મા જવાબ આપેલ ચબુતરો હતાવતી વખતે ચબુતરા મા કોઈ પણ જાતના બચ્ચા કે ઈંડા ના હતા. તેમજ ચબુતરા માંથી કોઈ ઈંડા નો નાસ થયેલ નથી કે બચ્ચા નુ મરણ થયેલ નથી.અને ચબુતરો સરપંચ પોતાના સ્વખર્ચે બનાવી આપશે તેમ TDO સાહેબ ને લેખિત મા જવાબ આપેલ પરંતુ કડોદરા ગામ ના લોકો TDO સાહેબ ની સામે તેમનુ જુઠાણું સામે આવી ગયું હતું અને કડોદરા ગામ ના લોકો જણાવી રહ્યા હતા કે સરપંચ પોતાના લેટર પેડ નો ખોટો ઉપયોગ કરે છે.કડોદરા ગામ ના જીવદયા પ્રેમી લોકો દ્વારા વાગરા TDO સાહેબ ને જણાવેલ કે જે કબૂતર ના બચ્ચા અને પોતાનો પરિવાર અને પોતાના ઘર (ચબુતરા )ને જેને વેરવિખેર કરીનાંખયો છે તે સરપંચ અને તલાટી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સખત્ત મા સખત્ત સજા થવી જોઈએ તેમ કડોદરા ગામના લોકો એ જણાવેલ. અને પક્ષી પ્રેમી લોકો એ જણાવ્યુ હતું કે જેને જાણી જોઈ ને ચબુતરો તોડ્યો છે. અને કબૂતર ના બચ્ચા મર્ત્યું પામ્યા છે તો આ બાબતે હત્યાં નો ગુનો દાખલ થવો જોઈ એ અને કડક મા કડક કાયદેસરની કાર્યવાહી કરવા મા આવે તે TDO સાહેબ ને રજૂઆત કરી હતી.
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા