Satya Tv News

આ ગેંગ તામિલનાડુની કુખ્યાત સેલમ ગેંગના નામે જાણીતી છે. છેલ્લા દસ વર્ષથી આજ દિન સુધી google પર સર્ચ કરી ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં આવેલી સરકારી તેમજ ખાનગી સ્કૂલ કોલેજની રેકી કરતા હતા. સ્કૂલ કોલેજની આજુબાજુમાં આવેલા ખેતર કે વાડામાં સરળતા થી લોકોની નજર ના પડે તે રીતે અંધારામાં સંતાઈ રહેતા હતા. જે બાદ ચોરી કરતી વખતે કોઈ ઓળખી ન શકે અને ફિંગર પ્રિન્ટ ના આવે તે માટે મંકી કેપ તથા હાથ મોજાનો ઉપયોગ કરતા હતા.

આ ગેંગના આરોપીઓ રાત્રિના સમયે સ્કૂલ કોલેજના પાછળના ભાગે, દિવાલ કૂદી અથવા સ્કૂલની બારીની ગ્રીલ તેમજ દરવાજાનો નકુચો તોડી પ્રવેશ કરતા હતા. સ્કૂલ અથવા કોલેજની ઓફિસમાં લાગેલા સીસીટીવી કેમેરા ડીવીઆર ,ટીવી, રાઉટર તોડી નાંખી તિજોરી અથવા કબાટ, ટેબલના ડ્રોઅરના લોક તોડી તેમાં રહેલી લાખોની રોકડ રકમ તેમજ અન્ય કીમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જતા હતા.

એટલું જ નહીં પરંતુ સ્કૂલમાં રાખેલા લોકર સ્કૂલ કોલેજની આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તે લોકર તોડી તેમાં રહેલા રોકડ રકમ સહિતની કિંમતી વસ્તુઓ ચોરી બાદમાં ફેંકી દેતા હતા. રાત્રી દરમિયાન પોલીસ નું પેટ્રોલિંગ રહેતું હોવાથી વહેલી સવાર સુધી સ્કૂલની આજુબાજુમાં સંતાઈ રહેતા હતા. ત્યારબાદ સવારના 5:30 થી 6:00 વાગ્યા ના સમય દરમિયાન લોકોની અવરજવર થાય ત્યારે ચોરી કરેલ મુદ્દામાલ લઈ ભાગી છુટ્ટતા હતા. ચોરીમાં આવેલા રોકડા રૂપિયા સરખા ભાગે વહેંચી લેતા હતા.જ્યારે કીમતી ચીજ વસ્તુઓ પોતે શનિવારી બજાર અથવા મુંબઈ દાદર ખાતે આવેલા રવિવારી બજારમાં સસ્તા ભાવે વેચી દેતા હતા..

જ્યારે હમણાં સુધી આ ગેંગ દ્વારા 50 જેટલી ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપ્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.આ ગેંગમાં અન્ય સાગરીતો પણ શામેલ છે.જેની ધરપકડ કરવા ક્રાઈમ બ્રાન્ચે ચક્રોગતિમાન કર્યા છે.જ્યાં આગામી દિવસોમાં અન્ય ગુના ઉકેલાવાની શક્યતાના પગલે સુરત ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

error: