Satya Tv News

અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ કેસમાં જેગુઆર કારનો માઈક્રો રિપોર્ટ યુકેથી મંગાવાયો છે. કંપનીની યુકે સ્થિત હેડક્વાર્ટરમાંથી માહિતી મંગાવાઈ છે. કાર મોડલ, સુરક્ષાના માપદંડ, કારની મજબૂતાઈ અંગે માહિતી મંગાવવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, તથ્ય પટેલે જેગુઆર કારને 140થી વધુ સ્પીડે દોડાવી હતી અને 9 લોકોના જીવ લીધા હતા.

પોલીસ તપાસમાં આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ અનેક ચોંકવાનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અનેક વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા છે. પ્રજ્ઞેશ પટેલ ઉર્ફે પ્રજ્ઞેશ ગોતાનો દિકરો તથ્ય હંમેશા કાર સ્પીડમાં જ ચલાવતો હતો. તેણે આ એક જ મહિનામાં 25 વખત સ્પીડ લિમિટના નિયમો તોડ્યા હતા. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે 25 વખત નિયમ તોડ્યા છતાં એક પણ વખત ચલાન અપાયું ન હતું. આ ઉપરાંત તથ્ય પટેલે એક મહિનામાં 5 વખત રેડલાઈટ સિગ્નલ તોડ્યા હતા. ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પટેલ એસ.જી હાઈવે, સિંધુભવન રોડ, એસ.પી રિંગ રોડ પર ફૂલ સ્પીડમાં કાર ચલાવતો હતો.

error: