Satya Tv News

આદીવાસી સમાજમાં ગરીબ આદિવાસી બાળકોને મદદરૂપ થવાની ભાવના

નર્મદા જિલ્લા ના દેડીયાપાડા ખાતે આવેલ તીર્થ છાત્રાલય માં રેહતા ૯ આંનાથ બાળકોને જેમને અભ્યાસ માં જરૂરિયાત ની વસ્તુઓનો અભાવ હોવાની માહિતી અંકલેશ્વર ના સેવાભાવી મિત્ર મંડળને નજીવી મદદની જાણ કરતા કોયની ખુસી માટે આપણે નિમિત્ત બનીએ એજ આપણો શ્રેષ્ઠ કર્મ છે કાર્યને સાર્થક કરવા માટે તીર્થ છાત્રાલય ડેડીયાપાડા ખાતે 9 બાળકો બાળકીઓને અભ્યાસ માટે સ્ટેશનરી સામાન આ જરૂરિયાત મંદ અનાથ બાળકો ને આપવામાં આવ્યુ હતું.

બાળકો ને આપવામા આવેલ કીટ માં વોટરપ્રુફ બેગ, બે પેન્સિલ, બે નોટબુક, કંપાસ, પાણી પીવાની બોટલ નો સમાવેશ કરી કીટ આપી માનવતાનું ખૂબ મોટું કાર્ય કરીને અન્યને પણ પ્રેરણા આપી હતી, શાળાના ચાલુ સત્ર ૨૦૨૩/૨૪ ના શૈક્ષણીક વર્ષમાં પોતે સારો અભ્યાસ કરી સારા પરફોર્મન્સ સાથે આગળ વધે એવી કમિટમેન્ટ વિદ્યાર્થીઓએ દાતાઓને આપી તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગરીબ અનાથ બાળકોના ઉત્સાહ વર્ધક આ કાર્ય માં સોલીયા ગામના આગેવાન દિનેશ વસાવા, કુટીલપાડા ના સુરેન્દ્ર વસાવાએ સહયોગ આપી એક ઉમદા ઉદાહરણ સમાજને આપ્યુ હતું.

વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા

error: