ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની પ્રાથમિક શાળા મૌઝામાં તા.૨૪-૦૭-૨૦૨૩ના રોજ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓના વિકાસના આશયથી G20 થીમ અંતર્ગત સી.આર.સી.ના કલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કલાઉત્સવ માં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, સંગીત વાદન સ્પર્ધા તેમજ નીપુણ ભારત અંતર્ગત વાર્તા કથન સ્પર્ધા અને વાર્તા નિર્માણ સ્પર્ધાનું સી.આર.સી. સાહેબ, મૌઝા ગૃપની તમામ શાળાના શિક્ષકો, મૌઝા ગૃપશાળાના શિક્ષકો, એસ.આર.એફ.ફાઉન્ડેશનના સભ્યો, અદાણી ફાઉન્ડેશનના સભ્યોની હાજરીમાં આયોજન કરવામાં આવ્યું હતું.
વિવિધ સ્પર્ધામાં મૌઝા સી.આર.સી.ની ૧૦ શાળાઓના ૪૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં ચિત્ર સ્પર્ધામાં ૧.શ્રીનલબેન સુરેશભાઈ ચૌધરી ૨.નિર્જરા વિધુર વસાવા,.મયુરી સંદીપ વસાવા,બાળ કવિ સ્પર્ધામાં,.વસાવા શ્વેતા ધર્મેન્દ્ર,.વસાવા જીનલ વિરલ,.વસાવા સ્નેહા નિમેષ, સંગીત ગાયન સ્પર્ધામાં .વસાવા સોહમ લાલસીંગ,.ચૌધરી નિધિ જીતેન્દ્ર,વસાવા સ્નેહા સુજી, સંગીત વાદન સ્પર્ધામાં,.વસાવા ધ્રુવિલ નવનીત,.વસાવા વિકાસભાઈ વિજય,.વસાવા આર્યન ભાઈ દિપસિંગ તેમજ વાર્તા કથન ધોરણ-૧/૨માં ૧.ચૌધરી ક્રિષ્ના રણજીત, ધોરણ ૩ થી ૫ માં ૧. અક્ષીતા ગોપાલતથા વાર્તા લેખનમાં ૧.ચૌધરી દિયા દિલીપ તમામ પ્રથમ,દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમ સી.આર.સી. સાહેબ, ગ્રુપ શાળાના આચાર્ય,શિક્ષકો, ગ્રુપના શિક્ષકો, તેમજ બી.એડ.ના તાલીમાર્થીઓએ સફળ બનાવ્યો હતો.
વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી દેડીયાપાડા