તથ્ય વિરુદ્ધ પોલીસને પાક્કા પુરાવાઓ એકત્ર કરવામાં સફળતા મળી છે. અકસ્માત કેસમાં પોલીસે ઘણા પુરાવા એકઠા કર્યા હોવાની માહિતી મળી છે. જેમાં સૌથી મોટો પુરાવો કારની સ્પીડ છે. પોલીસ અકસ્માત કેસમાં એકત્ર કરેલા તમામ પુરાવાનો ચાર્જશીટમાં ઉલ્લેખ કરશે. તથ્યે કરેલા અકસ્માત મામલે પોલીસ આજે ચાર્જશીટ ફાઈલ કરે તેવી શક્યતા છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ 1 અઠવાડિયામાં ચાર્જશીટ થશે તેવું કહ્યું હતું. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ આજે સાંજે ચાર્જશીટ ફાઇલ કરી શકે છે. ચાર્જશીટ થયા બાદ તથ્યનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે.
પોલીસે અકસ્માત કેસમાં પુરાવા એકત્ર કર્યા
- FSLના રિપોર્ટના અકસ્માત સમયે કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું
- રોડ પર પૂરતું વિઝિબ્લિટી વિઝન હતું
- કારની લાઇટનો પ્રકાશ પૂરતો હતો
- 17 સાક્ષીઓની જુબાની લેવાઈ
- કોલ ડિટેઈલમાં અકસ્માત સ્થળે હાજરી
- DNA રિપોર્ટમાં ડ્રાઇવિંગ સીટ પર તથ્ય જ હતો
- ગાંધીનગર, સિંધુભવન રોડ પર સર્જેલા અકસ્માત
- પોલીસે FSL એ કરેલ રિકન્ટ્રક્શના પુરાવા પણ મુક્યા