Satya Tv News

આજે 26 જુલાઈનો દિવસ છે, દેશમાં દર વર્ષે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કારગિલની પહાડીઓ પર થયેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને પાછળ ધકેલી દીધું હતું. આવો જાણીએ એ 10 શહીદો વિશે જેઓ યુદ્ધમાં વિશેષ પરાક્રમ દર્શાવી દુશ્મનોને ધૂળ ચટાડતા કરી દીધા હતા.

વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર મહત્ત્વપૂર્ણ સૈન્ય જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીના કારગિલ જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.

આ યુદ્ધને કારણે ભારતીય સૈનિકો આક્રોશથી ભરાઈ ગયા હતા. પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી અને શિમલા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ જળવાય તે માટે વર્ષ 1972માં બંને દેશોએ શિમલા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીનગરથી લેહને જોડતા મહત્ત્વપૂર્ણ રાજમાર્ગ પર કબ્જો મેળવવા માટે પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી. જેથી ભારતની સુરક્ષા માટે અને લદ્દાખ સુધી પહોંચવાના માર્ગ પર મહત્ત્વપૂર્ણ જોખમ ઊભું થયું હતું.

ભારત સરકારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા અને ઘુસણખોરી કરેલ વિસ્તાર પરત મેળવવા માટે 26 મે 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ભારતીય વાયુસેનાના સહયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે પડકારજનક વિસ્તારમાં અને ખરાબ વાતાવરણમાં પણ બહાદુરીથી યુદ્ધ લડ્યું હતું. યુદ્ધ દરમિયાન જમીન પર હુમલા માટે ભારતીય વાયુસેનાએ મિગ-2આઈ, મિગ-23, મિગ-27, જગુઆર અને મિરાજ-2000 સૈન્ય વિમાનોનો ઉપયોગ કર્યો હતો.

કારગિલ યુદ્ધ સતત બે મહિના સુધી ચાલ્યું હતું, જેના પરિણામસ્વરૂપે બંને દેશોને ભારે નુકસાન થયું હતું. ભારતીય સેનાએ 26 જુલાઈ 1999ના રોજ રણનૈતિક ચોટીઓ પર સફળતાપૂર્વક કબ્જો કર્યો હતો અને જીતની ઘોષણા કરી હતી. આ કારગિલ યુદ્ધમાં 500થી વધુ સૈનિકો શહીદ થયા હતા.

કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોના પ્રાણની આહુતિ આપનાર બહાદુર સૈનિકોના સમ્માનમાં દર વર્ષે કારગિલ વિજય ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં વિભિન્ન સ્માર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પુષ્પાંજલિ સમારોહ, સ્મારક સેવાઓ, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ શામેલ છે અને સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે.

error: