Satya Tv News

અમદાવાદ વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મહામુકાબલો થવાનો છે. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર આ મેચના શેડ્યૂલમાં ફેરફાર થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ ગુજરાતના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચ નવરાત્રિના પ્રથમ દિવસે યોજાઈ રહી છે. આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીએ BCCI પાસે કાર્યક્રમમાં ફેરફારની માંગ કરી છે.

નવરાત્રિના કારણે સુરક્ષા એજન્સીઓએ BCCI પાસે ભારત-પાકિસ્તાન મેચના શેડ્યૂલને બદલવાની માંગ કરી છે. સમગ્ર ગુજરાતમાં ગરબા નાઈટ્સ સાથે નવરાત્રીની ઉજવણી મોટા પાયે કરવામાં આવે છે. તેને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ બીસીસીઆઈ પાસે ફેરફારની માંગ કરી છે.

શિડ્યુલની જાહેરાત બાદ અમદાવાદમાં હોટલોનું બુકિંગ શરૂ થઈ ગયું હતું. અમદાવાદમાં હોટેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ સિવાય ફ્લાઈટના ભાડામાં પણ વધારો થવાની આશા છે. આવી સ્થિતિમાં, જો ભારત-પાકિસ્તાન મેચની તારીખોમાં કોઈ ફેરફાર થાય છે, તો મોટા પાયે હોટેલ બુકિંગ રદ થઈ શકે છે.

મંગળવારે રાત્રે BCCI સેક્રેટરી જય શાહે દિલ્હીમાં 27 જુલાઈએ યોજાનારી બેઠકમાં ભાગ લેવા માટે વર્લ્ડ કપ મેચોની યજમાની કરનાર એસોસિયેશનને પત્ર લખ્યો હતો. એવું જાણવા મળ્યું છે કે બોર્ડ અમદાવાદની આસપાસની સુરક્ષાની ચિંતાઓ વિશે સભ્યોને જાણ કરી શકે છે અને મેચ માટે નવી તારીખ નક્કી કરી શકે છે.

error: