કાર્યક્રમમાં સીએમ અશોક ગેહલોત પણ ભાગ લેવાના હતા પરંતુ બાદમાં તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું અને આ અંગે સીએમ અશોક ગેહલોતે એક ટ્વિટ કરતાં કહ્યું કે પીએમ ઓફિસે મારો પૂર્વ નિર્ધારિત સંબોધન કાર્યક્રમ હટાવી દીધો છે. અત્યારે મારા ટ્વીટ દ્વારા હું પીએમનું રાજસ્થાનમાં હાર્દિક સ્વાગત કરીશ. પીએમ સવારે 11 વાગ્યે કાર્યક્રમમાં હાજરી આપશે.
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતનો આરોપ છે કે PMOએ આજે સીકરમાં યોજાનાર નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં તેમનો પૂર્વ નિર્ધારિત સંબોધન કાર્યક્રમ રદ કર્યો હતો પણ તેની સામે PMOએ તેમના આરોપોને ફગાવી દીધા છે. PMOએ પણ તેમના ટ્વીટનો જવાબ આપતા કહ્યું છે કે સીએમ ગેહલોતને બોલાવવામાં આવ્યા છે.
ગેહલોતે કર્યું આ ટ્વિટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી, આજે તમે રાજસ્થાનની મુલાકાતે છો. તમારી ઓફિસ પીએમઓએ કાર્યક્રમમાંથી મારું પૂર્વ-નિર્ધારિત 3 મિનિટનું મારુ સંબોધન કાઢી નાખ્યું છે એટલે હું ભાષણ દ્વારા તમારું સ્વાગત કરી શકીશ નહીં. તેથી, હું આ ટ્વીટ દ્વારા રાજસ્થાનમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત કરું છું.આ સાથે જ અશોક ગેહલોતે એમની પાંચ માંગ પણ સામે મૂકી છે.
PMOએ ટ્વીટ કરીને ગેહલોતના આરોપોનો જવાબ આપ્યો અશોક ગેહલોતના આરોપોનો જવાબ આપતા PMOએ ટ્વીટ કર્યું – પ્રોટોકોલ મુજબ તમને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમારું ભાષણ પણ નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ તમારી ઑફિસમાંથી કહેવામાં આવ્યું કે તમે હાજર રહી શકશો નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અગાઉની મુલાકાતો દરમિયાન તમને હંમેશા આમંત્રિત કરવામાં આવ્યા છે. તમે પણ તમારી હાજરીથી તે કાર્યક્રમોની શોભા વધારી છે. આજના કાર્યક્રમમાં જોડાવા માટે આપનું હાર્દિક સ્વાગત છે. વિકાસના કામોની તકતી પર પણ તમારું નામ છે. તાજેતરની ઈજાને કારણે જો તમને કોઈ શારીરિક સમસ્યા ન હોય તો તમારી હાજરી ખૂબ મહત્વની રહેશે.