Satya Tv News

ઈસ્કોન બ્રીજ અકસ્માત બાદ અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. ટ્રાફિક નિયમોને નેવે મુકીને જોખમી રીતે ડ્રાઈવિંગ કરનાર લોકો ચેતી જજો. આજથી ટ્રાફિકના નિયમ પાલન માટે પોલીસ 3 દિવસની ઝૂંબેશ શરૂ કરશે. રોંગ સાઈડ ડ્રાઈવિંગ, આડેધડ પાર્કિંગ કરનાર વાહનચાલકો સામે પગલા લેવામા આવશે. પોલીસ અને મનપા સંયુક્ત રીતે આ ટ્રાફિક ઝૂંબેશ શરૂ કરશે.

સીજી રોડ, એસ.જી.હાઈવે, શાસ્ત્રીનગરથી સોલા હાઇકોર્ટ સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ યોજાશે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર વાહનચાલકોના ચલણ કપાશે. ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકો સામે હવે એક મહિના સુધી સ્પેશિયલ ડ્રાઈવ ચલાવશે. રાજ્યમાં પોલીસની મેગા ડ્રાઇવ ચાલી રહી છે. રાત્રી દરમિયાન નશામાં ધૂત થઈને કાર હંકારવી, રોંગ સાઇડ ડ્રાઇવિંગ જેવી ઘટનાઓ અટકાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

error: