Satya Tv News

રાજ્યમાં હાર્ટએટેકથી મોતના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે, આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે, જેમાં 36 વર્ષીય મહિલાનું જન્મદિવસે જ મોત થયાના અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે રાજકોટના પ્રખ્યાત DJ ધર્મેશ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની રસોડમાં કાર્ય કરતા હતા તે દરમ્યાન જ તબિયત લથડતાં અચાનક ઢળી પડ્યાં હતા, અને બેભાન થઈ ગયા હતા.

પરિવારે મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયા હતા. ત્યાં ફરજ પર હાજર તબીબોએ મૃત જાહેર કરતા પરિવારમાં આંક્રદ ફેલાયો હતો. ત્યાર બાદ મહિલાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ કરવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ગર્ભાશયની કોથળી ફાટી જતા હાર્ટએટેક આવ્યો હોવાનું કારણ સામે આવ્યું હતું.

ડી જે ધર્મેશભાઈ ઉર્ફે અક્કી રાઠોડના પત્ની નિશિતાબેન રાઠોડ
જન્મદિવસે જ મૃત્યુ થતા રાઠોડ પરીવારમાં ભારે કલ્પાત
મૃતકને બે નાની પુત્રીઓ છે
હાર્ટ એટેકથી મૃત્યુના કિસ્સા વધતા ચિંતા

error: