કેન્દ્ર સરકારે કુકી અને મૈતેઇ સમુદાયોના સભ્યો સાથે સંપર્કમાં છે. દરેક સમુદાય સાથે છ રાઉન્ડની વાતચીત થઈ હતી. હિંસાને રોકવા અને શાંતિ જાળવવા માટે પૂર્વોત્તર રાજ્યમાં સેના અને સીઆરપીએફના 35,000 જવાનો તહેનાત કરાયા છે.
મણિપુરી મહિલાઓનો વાયરલ વીડિયો જે મોબાઈલ ફોનથી શૂટ કરવામાં આવ્યો હતો તે મોબાઈલ ફોન મળી આવ્યો છે અને વીડિયો શૂટ કરનાર વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે મોબાઈલ ફોન સીબીઆઈને સોંપી દીધો છે. રિપોર્ટ અનુસાર એવું માનવામાં આવી રહ્યું છે કે જે ફોન પરથી લૂંટનો વીડિયો લીક થયો હતો તેની તપાસથી શ્રેણીબદ્ધ ઘટનાઓને શોધી શકાશે.
મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની મૈતઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મે 2023ના દિવસે પહાડી જિલ્લાઓમાં આયોજિત ‘આદિવાસી એકતા કૂચ’ દરમિયાન હિંસા ફાટી નીકળ્યા બાદ 100થી વધુ લોકો માર્યા ગયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. રાજ્યની કુલ વસતીમાં લગભગ 40 ટકા વસતી ધરાવતા મૈતઈ મુખ્યત્વે ઇમ્ફાલ ખીણમાં વસે છે. નાગા અને કુકીસ જેવા આદિજાતિ સમુદાયોની વસ્તી 40 ટકા છે અને તે મોટે ભાગે પર્વતીય જિલ્લાઓમાં રહે છે.