સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં બનવારી ગોડ પરિવાર સાથે રહે છે અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેને એક ત્રણ વર્ષથી દીકરી અનન્યા દિવ્યાંગ હતી. તેને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હતો.દીકરીને તાવ આવતો હોવાથી પરિવાર દીકરીને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરી હતી. દીકરીનાં મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
સુરત શહેરમાં છેલ્લા એક અઠવાડિયામાં 300થી વધુ જાડા ઉલટી, મલેરિયા સહિત તાવના કેસો નોંધાયા છે. છેલ્લા 20 દિવસમાં 9 બાળકો સહિત 14 લોકોના ઝાડા ઉલટી, ડેંગ્યુ, મલેરિયા, તાવથી મોત નીપજ્યા છે. શહેરમાં રોગચાળાથી મોતના આંકડા વધતા લોકો ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.