Satya Tv News

જુનાગઢમાં માળીયાહાટીનાના માતરવણીયા ગામેથી એક હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. ગઈકાલે માળીયા પોલીસ સ્ટેશન ખાતે એક પિતાએ પોતાની 5 માસની બાળકી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ નદીમાંથી મળી આવ્યો હતો, જ્યારે બાળકીના મૃતદેહ પર ઈજાના કોઈ પણ પ્રકારના નિશાન નહોતા મળ્યા. આ 5 માસની બાળકીને સગી માતાએ જ નદીમાં ફેંકી દીધી હોવાનું હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બાળકીની માતાએ પોતે જ પોલીસ સમક્ષ આ વાતની કબૂલાત કરતા ગંભીર મામલો સામે આવ્યો છે.
.
સવારે 6 વાગ્યે ગુમ થયેલી બાળકી આખરે સાંજના 5 વાગ્યે મળી આવી હતી. જેના મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો. એટલું જ નહીં આ સમગ્ર મામલે એફએસએલની મદદ પણ લેવાઈ છે જેનો રિપોર્ટ આજે સાંજે સુધીમાં આવશે. ત્યારે આ દરમિયાન આજે વહેલી સવારે 4 વાગ્યે જ માતાએ બાળકીનો આ રીતે નિર્દયતાથી ભોગ લીધો હોવાનું કબૂલતા ખળભળાટ મચી ગયો છે.

આ સમગ્ર મામલે બાળકની માતાએ પોતે જ વહેલી સવારે બાળકીને નદીમાં ફેંકી ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું. સાથે જ તેના પરિવારજનો દ્વારા દુઃખ-ત્રાસ આપતા હોવાથી આ પગલુ ભર્યાનું જણાવ્યું છે. માતાના નિવેદન પ્રમાણે, તેને બીક હતી કે બાળકીને પણ પરિવારજનો દ્વારા આ પ્રકારનું દુઃખ-ત્રાસ અપાશે તેવી માન્યતા રાખીને બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાનું પગલુ ઉઠાવ્યું છે.

error: