ડભોઇ તાલુકાના બંબોજ ગામના પ્રવેશદ્વારમાં ભરાયા કેળ સમા પાણી ઢાઢર નદીના પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા.શાળાએ જતા વિદ્યાર્થીઓ કેળ સમા પાણીથી થાય છે, પસાર ગામમાં પાણી છતાં તલાટી કમ મંત્રી ગેરહાજર જિલ્લા કલેકટરના આદેશનું અને મામલતદારની સૂચનાનુ તલાટી પાલન નહીં કરી ગેરહાજર રહ્યા હતા.ઢાઢરના પાણીમાં મગર દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, તેવામાં છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઢાઢર નદી ગાંડીતુર બની છે, જ્યારે ડભોઇ તાલુકાના બંબોજ ડંગીવાળા.નારણપુરા મગનપુરા ગામોમાં ગોઠણ સુધીના રોડ પર પાણી આવી ચૂક્યા છે ,સવારે દૂધ લેવા જવા અનાજ પાણી લેવા જવા માટે પણ લોકોને તકલીફો પડી રહી છે દર વર્ષે આ ગામોમાં પાણી ઘૂસી જવાના બનાવ બને છે છતાં પણ તંત્ર દ્વારા હું ચોક્કસ પગલાં લેવામાં આવતા નથી જેને લઈને આખરે મુશ્કેલીનો સામનો તો ગામજનોને કરવો પડી રહ્યો છે એક તરફ સરકાર મોટી મોટી વાતો કરે છે બીજી તરફ સરકારના અધિકારીઓ આ કામો ને કાગળ પણ બતાવતા હોય એવું લાગી રહ્યું છે ડભોઈ તાલુકાના 10 ગામોને સીધી અસર થવા પામી છે ત્યારે બંબોજ ગામે કેડ સમા પાણીથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે તેવામાં શાળાએ જતા વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા તલાટી કમ મંત્રીઓને ગામમાં રહેવાની સૂચના છતાં પણ ગેરહાજર રહેતા હોવાનું ગ્રામજનો જણાવતા હતા ત્યારે ગ્રામજનોની ચિંતામાં વધારો નોંધાયો છે એટલું જ નહીં બીજી બાજુ નદીના પાણીમાં મગરો આવી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ