ગઈકાલે રવિવાર ના રોજ સવારે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી હતી. અંગેની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જ્યાં અમદાવાદ પૂર્વના ટ્રાફિક DCP સફિન હસન સહિતના તમામ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ ઘટનાની જાણ ફાયરને થતા 29 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી છે. હોસ્પિટલમાં દાખલ 60 જેટલા દર્દીઓને 10થી વધુ એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બીજી બાજુ બેઝમેન્ટમાં પાર્ક કરેલા વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. આગને કાબૂમાં લેવા માટે રોબોટની મદદ લેવામાં આવી હતી. રાજસ્થાન હોસ્પિટલ બહારનો રોડ બંધ કરવામાં આવ્યો હતો. બેઝમેન્ટમાં ભંગાર મુક્યો હોવાથી આગ લાગી હોય તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે.
સબંધિત વિભાગ દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે અને ચેકીંગ દરમિયાન જો કોઈ તૃટી સામે આવશે. તો જરૂરી પગલાં લેવામાં આવશે.