Satya Tv News

સુરતમાં પણ અમદાવાદ ઇસ્કોન બ્રિજ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. વાત જાણે એમ છે કે, સુરતમાં એક બેફામ નબીરાએ કથિત રીતે દારૂના નશામાં BRTS રુટમાં કાર ચલાવી બાઇકસવાર યુવકોને અડફેટે લીધા હતા. આ તરફ કારની અડફેટે આવેલ યુવકોને સારવાર અર્થે ખસેડાયા તો સ્થળ પર હાજર લોકોએ બેફામ નબીરાને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. આ તરફ હવે અકસ્માતની ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.

સુરતના કાપોદ્રામાં ગત રાત્રે નબીરાએ મુદ્રા સોસાયટી પાસે પુરપાટ કાર હંકારીને 3 બાઈક સવાર અને 2 રાહદારીને અડફેટે લીધા હતા. જેને લઈને અફરાતફરી સર્જાઈ હતી. એટલું જ નહીં બાઈક ચાલકને 20 ફૂટ સુધી ઢસડ્યા બાદ કાર રોકાતા રૂવાટા ઉભા થઇ જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા. આ અકસ્માતમાં વિવેક અને કિશન હીરપરા તથા ઋષિત અને યશ નામના યુવાનોને ગંભીર ઈજા થવા પામી હતી. આરોપીએ નીતિની નિયમ નેવે મૂકી BRTS રૂટમાં ઓવરસ્પિડમાં કાર ચલાવી અકસ્માત સર્જયો હતો. આરોપી કારના ચાલકે એક બાદ એક ત્રણ બાઈક ચાલકને અડફેટે લીધા હતા. બાદમાં કારની એરબેગ્સ ખુલી ગઈ હતી.

error: