Satya Tv News

ને.હા.નં 54 ઉપર ધારાસભ્યએ ગાંધીગીરી દર્શાવી ખાડા પૂર્યા
સરકારની મીલી ભગતથી ભ્રષ્ટાચારના ખાડા- ચૈતર વસાવા
રસ્તાઓની કામગીરી ન થાય તો પ્રતિબંધની ચિમકી

ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગાંધીગીરી દર્શાવી પોતાના ટેકેદારો જીલ્લા પ્રમુખ નિરંજન વસાવા, ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા, ડેડિયાપાડા તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવા સહિતના લોકો સાથે જાતે જ રોડ ઉપર ઉતરી ખાડા પૂર્યા હતા.

https://fb.watch/m7pt8RYVTQ/

ડેડિયાપાડાની ધામણ નદીના પુલ ઉપર અને આજુબાજુમાં પડેલ ખાડા પૂરવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ ધમણ નદી પર બે પુલ છે ,જેમાં જૂનો પુલ બંધ કરી આઠ દશ વર્ષ પહેલા બનેલ નવા પુલ પરથી વાહન વહેવાર હાલ ચાલુ છે, જેની ઉપર મસમોટા ખાડાઓ પડેલ છે, જયારથી પુલ બનેલ છે ત્યારથી ભ્ર્ષ્ટટ્રાચાર થયેલ હોવાનુ ચર્ચાસ્પદ બનેલ, હાલ આ પુલ ઉપર ઘુટણ સમા ખાડા પડ્યા હોય ને લોકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.

ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ સવારે જ પોતાના લાવ લશ્કર સાથે ધામણ નદીના પુલ ઉપર પહોંચી ખાડાઓ પુરવા પોતાના કાર્યકરો સાથે જાતે જોતરાયા હતા, અને ખાડાઓમાં મેટલ કપચી રેતી નાખી તેના ઉપર રોલર ફેરવી રસ્તા નું સમારકામ હાથ ધર્યું હતું. અને પોતે સમગ્ર ગુજરાતમાં નેશનલ હાઈવે ઉપર ભ્રષ્ટાચારના ખાડાઓ પડ્યા છે નો આરોપ લગાવ્યો હતો.ભાજપા ના મોટા નેતાઓ આ વિસ્તારમાં ફરે છે, પણ તેમને આ ખાડા ખખડધજ રસ્તા દેખાતા નથી ? નો પ્રશ્ન ઉઠાવી આડકતરી રીતે સાંસદ મનસુખ વસાવાને લપેટામાં લઇ તેમનું સરકારમાં કોઈ સાંભળતું નથી એવું લાગે છે એવો ધડાકો કર્યો હતો!!! અને આદિવાસી નેતાઓને ધારાસભ્ય ચૈતર વસાવા એ આડે હાથ લીધા હતા અને જણાવ્યું હતું કે તેઓ સરકારને જગાડે અને આદિવાસીઓને પડતી મુશ્કેલીઓ મુસીબતો દૂર કરે. શું આદિવાસીઓ માણસ નથી ? આદિવાસી વિસ્તારોમાં માત્ર આદિવાસીઓનું વોટ બેંક તરીકે જ ઉપયોગ કરી મોદી સરકારને મૌન સરકાર ગણાવી સરકારને જાગતી કરવા સરકારની સંવેદનાને જગાડવા માટે આ ખાડા પૂર્યા હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવા એ જણાવ્યું હતું.

વિડીયો જર્નાલિસીટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી  દેડીયાપાડા

error: