Satya Tv News

આમોદનાં પુરસા કાંકરીયા રોડ ફરી વળ્યાં પાણી
વધારે પડતી પાણીની આવકથી 7 ગામોને થઈ અસર
ખેતરોમાં ભરાયેલા પાણી ટૂંક સમયમાં જ ઓસરી જશે

આમોદ તાલુકાના પુરસા ગામ નજીક આવેલ આઈટીઆઈનાં રસ્તા પર પાણી ફરી વળતા નાના વાહનો માટે અવર જવર બંધ થઈ જવા પામી હતી.

https://fb.watch/m7ps3n1x42/

આમોદ તાલુકામાં ઢાઢર નદી આવેલી છે, જેમાં વધારે પડતી પાણીની આવક થાય ત્યારે આમોદ તાલુકાના નાં સાત જેટલા ગામો પર અસર થતી હોય છે, જેમા પુરસા, કાંકરીયા, જૂના વાડીયા, નવા વાડીયા, જૂના દાદાપોર, નવા દાદા પોર, મંજુલા જેવા ગામો પર અસર થતી હોય છે .અમારા આમોદનાં રિપોર્ટરે ડિઝાસ્ટર મામમલતદરને સંપર્ક કરતા તેઓ એ જણાવ્યું કે ઢાઢર નદીમાં હાલ તો પાણીની આવક આવેલ નથી, પરંતુ હાલમાં પડેલા વરસાદના પગલે આજુ બાજુના ખેતરોનું પાણી પુરસા રોડ પર ફરી વરેલ છે ,જે ટૂંક સમયમાં જ ઓસરી જશે તેમ વિશ્વાસ આપતા જણાવ્યું હતુ.

વિડીયો જર્નાલિસ્ટ ઈરફાન પટેલ સાથે સત્યા ટીવી આમોદ

error: