Satya Tv News

ફરતીકુઈ ગામ પાસે સર્જાયો અકસ્માત
અકસ્માતમાં બાઇક ચાલકનું મોત નીપજ્યું
ટેમ્પો ચાલક ટેમ્પો ઘટના સ્થળે છોડી ફરાર
લાશનો કબજો મેળવી PM અર્થે ખસેડાઇ
ફરાર થયેલા ટેમ્પાચાલક સામે કાર્યવાહી હાથ ધરી 

ડભોઇ તાલુકાના ફરતી કુઈ ગામ પાસે ટેમ્પા ચાલકે બેદરકારી પૂર્વક હમકારી જતા રોડ પરથી પસાર થતા બાઈક ચાલક કમલેશ ને અડફેટમાં લઈ બાઈક ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજાવી ટેમ્પો ચાલક ટેમ્પો ઘટના સ્થળે છોડી ફરાર થઈ ગયો હતો

ડભોઇ તાલુકા ના ફરતીકુઈ ગામ નજીક બાઇક અને ટેમ્પો વરચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું.અકસ્માતને પગલે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે કે ટેમ્પો ચાલક અકસ્માતે મોતને પગલે ટેમ્પો મૂકી થયો ફરાર થઈ ગયો હતો.પોલીસે અકસ્માતે મોતને પગલે કાર્યવાહી કરી અને તેને પીએમ માટે ડભોઇ સરકારી હોસ્પિટલ પહોંચાડાયો હતો.પોલીસ માથી મળતી વિગતો અનુસાર ડભોઇ તાલુકાના મલ્હારપુરા ગામે રહેતા કમલેશ રણછોડ રાઠોડિયા છેલ્લા કેટલાક સમયથી મામાના ત્યાં રહેતો અને ગંધારા થી ઘરે જતો હતો,અકસ્માતના બનાવને પગલે ડભોઇ વડોદરા રોડ ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા પોલીસને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઈ ટ્રાફિક જામ ની સમસ્યા દૂર કરી લાશનો કબજો મેળવી પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ,ફરાર થયેલા ટેમ્પાચાલક સામે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: