જંબુસરના નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું લોકાર્પણ
મંત્રીના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણ
ત્રણ લાખ લોકોને આરોગ્ય સેવા મળી રહેશે
₹૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ હોસ્પિટલની સુવિધા સજ્જ
જંબુસર ખાતે નવનિર્મિત સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલનું રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જંબુસર ખાતે સબડિસ્ટ્રીકટ હોસ્પિટલ રૂપિયા 8 કરોડના ખર્ચે તાલુકાના ત્રણ લાખ લોકોને આરોગ્ય વિષયક સેવાઓ પુરી પાડવાની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું નવ નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્પિટલ ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રની મળી કુલ 56 બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે.જે અદ્યતન સુવિધા થી સજજ હોસ્પિટલનું રાજયકક્ષાના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે રીબીંગ કટિંગ અને શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું..લોકાર્પણ પ્રસંગે જિલ્લાના પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, ધારાસભ્ય ડી.કે.સ્વામી, જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા અને આગેવાન પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા તેમજ જીલ્લા વિકાસ અધિકારી પ્રશાંત જોશી અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર