ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા મળી
સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે આક્રમક ચર્ચા
પા.ના વહીવટને લગતા 33 જેટલાં કામોને મંજૂરી
ભુતિયા કનેક્શન પર દંડનીય કાર્યવાહી કરાશે
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ સામાન્ય સભામાં પાલિકાના વહીવટને લગતા કુલ 33 જેટલાં કામોને મંજૂરી માટે મુકવામાં આવ્યા હતા.
ભરૂચ નગરપાલિકા ખાતે આજરોજ મળેલ સામાન્ય સભામાં વિપક્ષના સભ્યોએ પાલિકા દ્વારા વેરા વધારવાની બાબત, સહિત રોડ રસ્તા, ગંદકી જેવા મુદ્દાઓને લઈ આક્રમક અંદાજમાં વિરોધ કરાયો હતો.સામાન્ય સભામાં શરૂઆતથી જ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક સર્જાઈ હતી, આજે મળેલ સામાન્ય સભામાં મોટાભાગના નગર સેવકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ પાલિકાને લગતા કામો ઉપર ચર્ચાઓ કરી તેને મંજૂરી આપવામાં આવી હતી.આ સામાન્ય સભા બાબતે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, કે શહેરના રોડ-રસ્તા સહિતની કામગીરી કરવામાં આવી રહી નથી જો 7 દિવસમાં ખરાબ રોડ પર કાર્પેટિંગ,રોડ પર પડેલા ખાડા પુરવાની કામગીરી નહિ કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલા પાણી સહિતના ભુતિયા કનેક્શન પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે અને સેવાશ્રમ માર્ગ બનાવનાર કોન્ટ્રાક્ટરના કામમાં બરાબર ન જણાતા કોન્ટ્રાક્ટરના બ્લેકલિસ્ટેડ કરી નવો કોન્ટ્રાક્ટ આપવામાં આવશે અને રોડ રસ્તા સહિતની કામગીરી કરવામાં આવશે.
વિડીયો જર્નાલિસ્ટ વીરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ભરૂચ