યુરિયા ખાતરની સહકારી ડેપો અને મંડળીમાં અછત
ખાતર ન મળતાં કતારોમાં ઊભા રહેવા ખેડૂતો મજબૂર
તા.ના ખાતર ડેપો પર ટેકનિકલ ખામી સર્જાતા પરેશાન
સુરતમાં ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી,એક તરફ ખાતરની અછત તો બીજી તરફ સહકારી મંડળીમાં ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો હેરાન પરેશાન થયા,જયારે માંગરોળના વાંકલ ખાતે સહકારી મંડળી બહાર યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોની લાંબી કતારો લાગી.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાતરની અછત વર્તાઈ છે,સમયસર ખેડૂતોને ખાતરનો જથ્થો ન મળતાં ખેડૂતો હેરાન થઈ રહ્યા છે, તો બીજી તરફ સુરતના માંગરોળ તાલુકામાં ખાતરની અછત વચ્ચે ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો ખાતર મેળવવા માટે કલાકો સુધી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે,માંગરોળની વાંકલ સહકારી મંડળી બહાર યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતોએ કલાકો કતારમાં ઊભા રહેવાની ફરજ પડી છે,વાંકલ સહકારી મંડળી સહિત સમગ્ર તાલુકાના ખાતર ડેપો પર ટેકનિકલ ખામી સર્જાતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેડૂતોએ પાકની વાવણી કરી નાખી છે ત્યારે હાલ ખેડૂતોને યુરિયા ખાતરની ખૂબ જરૂર છે ત્યારે ખેડૂતોને સમયસર ખાતરનો જથ્થો નહી મળતા ખેડૂતો પરેશાન થયાં છે,કેન્દ્ર સરકાર દ્વારા યુરિયા ખાતરમાં થતી બે નંબરીને રોકવા માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે જને લઈ ખાતરનું વેચાણ કરતી સહકારી મંડળીઓ તેમજ વિક્રેતાઓએ નિયમ અનુસાર ખાતરનું વેચાણ કરવું પડે છે,જેમાં ખેડૂતોને આધારકાર્ડ અને ખેડૂત તરીકેની પૂર્તતા કરવાની હોય છે,મંડળીમાં પી.એસ.ઓ મશીન પર ખાતર ખરીદનાર ખેડતની ફિંગર પ્રિન્ટ લીધા પછી ખાતરનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી સુરત