માલસર ગામે પાસેથી બે ફૂટ લાંબો અજગર મળ્યો
અજગર દેખાતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો
સ્થાનિક લોકોએ લીધો રાહતનો શ્વાસ
શિનોર તાલુકાના માલસર ગામે રાત્રીના સમયે બે ફૂટ લાંબો અજગર આવી ચઢતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે
શિનોર તાલુકાના માલસર ગામ ખાતે માંડવા જવાના રોડ પર આવેલ રહેણાંક વિસ્તારમાં એક આશરે બે ફૂટ જેટલો અજગર આવી ચઢ્યો હતો. જેને લઈને ત્યાં નજીક રહેતાં લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.જો કે અજગર આરામથી રોડ ક્રોસ કરીને જંગલ વિસ્તારમાં જતા રહેતાં સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો માલસર ગામના વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના ભરત મોરે એ પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો.
વિડીયો જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર