બનાસકાંઠા:ઉપરવાસમાં ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નદી-નાળા છલકાયા છે. દાંતીવાડા ડેમનું પાણી બનાસ નદીના પટમાં પહોંચ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બનાસકાંઠાની બનાસ નદી પણ બે કાંઠે વહી રહી છે. બનાસ નદીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સતત નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. થરા-હારીજ હાઇવે પર ખારીયા નજીક બનાસ નદીનું પાણી પહોંચ્યુ છે.
પાણીનો પ્રહાર વધતા થરા-હારીજ હાઇવે રોડ પર તિરાડો પડી છે. રોડ પર તિરાડો પડી હોવા છતાં લોકોના ટોળા એકઠા થયા છે. જીવના જોખમે લોકો નદીના પાણી જોવા ઉમટી પડયા છે. જોખમી રીતે વાહન વ્યવહાર પણ હજુ યથાવત છે.