હરિયાણાના મેવાત, ગુરુગ્રામ, ફરીદાબાદ અને રેવાડી આ ચાર જિલ્લા છે જ્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. બંને પક્ષો વચ્ચેનો વિવાદ અને પથ્થરમારો બાદ તણાવનો માહોલ ઉભો થયો છે. આ તણાવ મેવાતના નૂહ વિસ્તારથી શરૂ થયો હતો. જ્યાં હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવી રહેલી બ્રજમંડળ યાત્રા દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. અથડામણ બાદ પથ્થરમારો થયાની વિગતો સામે આવી હતી ત્યારબાદ પચાસ વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. આ હિંસામાં બે હોમગાર્ડ અને એક નાગરિક મોત થયા હતા અને 10થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.
હુમલાખોરોએ મેવાતથી ગુરુગ્રામ જઈ રહેલા પોલીસ વાહનો પર પણ પથ્થરમારો કર્યો હતો. આ હુમલામાં કેટલાક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. તો બીજી તરફ હોમગાર્ડ નીરજ (સ્ટેશન ખેરકી દૌલા) અને હોમગાર્ડ ગુરસેવક (સ્ટેશન ખેરકી દૌલા)નું મોત થયું હતું.
ઘાયલ પોલીસકર્મીઓને મેદાંતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. જણાવી દઈએ કે, હરિયાણાનો મેવાત-નુહ વિસ્તાર પહેલાથી જ ગાય-તસ્કરી વિવાદમાં ખૂબ જ સંવેદનશીલ રહ્યો છે. આ વિસ્તાર દેશની રાજધાનીથી માત્ર દોઢ કલાકના અંતરે આવેલો છે. મેવાત જેવા વિસ્તારોમાં ધાર્મિક યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંદિરને ઘેરીને હુમલાનો દાવો કરવામાં આવ્યો હતો, જેને લઈ અનેક લોકો મંદિરમાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો જે બાદમાં રેસ્ક્યુ પણ કરવામાં આવ્યો હતો.
.
હિન્દુ સંગઠનો દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું કે બ્રજમંડળ યાત્રા નીકાળવામાં આવશે. પ્લાન મુજબ મેવાતમાં શિવ મંદિરની સામે બ્રિજમંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બ્રિજમંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકરો પહોંચ્યા હતા. મોનુ માનેસરે પહેલા જ વીડિયો શેર કરીને યાત્રામાં વધુને વધુ લોકોને પહોંચવાની અપીલ કરી હતી. મોનુ માનેસરની અપીલથી નારાજ નૂહના સ્થાનિક લોકોએભારે હંગામો મચાવ્યો હતો અને ત્યારે જ આ પથ્થરમારો થયો હતો