કાછિયાપોળ બાબાજીપુરા રાવપુરાની સામૂહિક આપઘાત ઘટના મામલે ચકચાર મચી જવા પામી છે, પાપ્ત વિગતો મુજબ સિક્યુરિટી તરીકે કામ કરતા પિતા અને પરિવારના સભ્યો તેમની પત્ની અને છોકરા એ સામુહિક આપઘાત કર્યો છે.મુકેશ પંચાલે ગળાના ભાગે રેઝર મારતા હોસ્પિટલ ખસેડાયા છે જ્યારે મુકેશભાઈના પત્નીએ ઝેર પી અને પુત્રએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આર્થિક સંક્રમણના કારણે આત્મહત્યા કરવાનું કારણ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનામાં માતા નયનાબેન અને પુત્ર મિતુલનું મોત નિપજ્યું છે જ્યારે મુકેશભાઈ પંચાલ સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
સમગ્ર ઘટનાની જાણ પોલીસ થતાં DCP, ACP સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને જ્યાં તપાસ હાથ ધરી છે. આ પગલું ભરતાં પહેલા કોઇ સ્યુસાઇટ નોટમાં શું લખ્યુ ? તે દિશામાં પણ તપાસ આદરી છે. પરિવારે આર્થિક સંકડામણના લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે
પોલીસને સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જેમાં જણાવ્યુ છે કે પંચાલ પરિવારને આજે મકાન ખાલી કરવાનું હતુ અને મકાન ખાલી કરવાની ચિંતામાં પરિવારે આપઘાત કર્યો છે. એક મહિના પહેલા રાજુ પાંસેરિયા પાસેથી વિવેક સિંહાએ મકાન ખરીદ્યુ હતુ અને મકાન માલિકે પંચાલ પરિવારને મકાન ખાલી કરવા એક મહિનાનો સમય આપ્યો હતો