Satya Tv News

ભારત 5 ઓક્ટોબરથી ODI વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. ટુર્નામેન્ટનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ICC દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ ફિક્સ કરવામાં આવી છે. જયારે ફાઇનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ભારતના 10 શહેરોમાં યોજાનાર આ વર્લ્ડ કપની તારીખો જાહેર થઇ ચુકી છે, પરંતુ કેટલીક મેચોના શેડ્યૂલમાં ફેરફાર થવાની સંભાવના છે. તાજેતરમાં બીસીસીઆઈના સચિવ જય શાહે આ વાતની પુષ્ટિ કરી હતી. આ ફેરફારો ભારત-પાકિસ્તાન મેચમાં પણ જોવા મળશે.

જયારે હવે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ તાજેતરમાં જ ભારત દ્વારા આ વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે. જ્યારે ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે. વર્લ્ડ કપની સૌથી મોટી મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે થવાની છે. આ શાનદાર મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની હતી. પરંતુ સમાચાર આવી રહ્યા છે કે, આ મેચની તારીખ બદલવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે આ શાનદાર મેચ હવે એક દિવસ પહેલા એટલે કે 14 ઓક્ટોબરે રમાશે. આ સિવાય વર્લ્ડ કપના શેડ્યૂલમાં કેટલાક અન્ય ફેરફારો પણ છે.

error: