Satya Tv News

ડભોઇ શહેર ચાર કિલ્લાની પ્રજાઓ દ્વારા ચર્ચાઇ રહ્યું છે કે નગરપાલિકા વહીવટી તંત્ર ભગવાન ભરોસે ચાલે છે.? વર્ષોથી નગરમાં ગટરોની સમસ્યા નો કોઈ ઉકેલ આવતો નથી પરંતુ ગટર ઉપર બેસાડવામાં આવતા તેના ઢાંકણા શહેર વિસ્તારના મુખ્ય સ્ટેટ બેંક રોડ બેગવાડા ગટર ઉપરનું ઢાંકણ તૂટી ગયેલ છે અને આ જગ્યા ઉપર મોટો ભુવો પડી ગયેલો હોય વિસ્તારના રહીશોએ અવર-જવર કરતા વાહનચાલકો અને પગપાળા અવરજવર કરનારની સલામતી માટે ભુવાની અંદર ઉભું લાકડું ઊભું કરવામાં આવેલું છે જેથી કરી કોઈ ભોગ ન બને. આ જગ્યા ઉપર નવીન ઢાંકણ તાજેતરમાં જ નગરપાલિકા દ્વારા નાખવામાં આવ્યા હતા જે ઢાંકણ ફરી તૂટી ગયેલી હાલતોમાં ઠેર ઠેર નજરે પડે છે હાલ ચોમાસાની ઋતુ ચાલતી હોય તૂટી ગયેલા ઢાંકણ માં પાણી ભરેલા હોય અવરજવર કરતા વાહન ચાલકો અને પગપાળા જનારાઓ તૂટી ગયેલા ઢાંકણાના ભોગ ન બને અને વહેલી તકે આ ઢાંકણ ગુણવત્તા વાળી કોવોલેટી વાલા નાખવામાં આવે તેવી વિસ્તારના રહીશોની માંગ ઉઠવા પામી છે. અગાઉ નગરપાલિકાએ ખરીદી કરેલા નાખવામાં આવેલા તદ્દન હલકી કક્ષાના અને તકલાદી ઢાંકણા નાખ્યા હોવાથી તૂટી જવા પામ્યા હતા નુ વિસ્તારના રહીશો જણાવતા હતા.. શું નગરપાલિકાના વહીવટી તંત્રને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે સમગ્ર વિસ્તારમાં હમણાં જ ગટરના ઢાંકણા નાખવામાં આવ્યા હતા જો વધુ વરસાદ પડશે તો રોડ પર પાણી ભરાઈ જવાના કારણે તૂટી ગયેલા ગટર ઢાંકણ નો પડેલો ભુવો ન દેખાય ને કોઈ મોટી દુર્ઘટના થશે યા કોઈ બાળક કે કોઈ રાહદારી અંદર પડી જશે તો જવાબદાર કોણ..?

વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે સત્યા ટીવી ડભોઇ

error: