Satya Tv News

અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં નવી બની રહેલી ઇનસેપ્તમ નામની બિલ્ડીંગના ત્રીજા માળે આજે વહેલી સવારે 3 વાગ્યે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. વહેલી સવારે દુર્ઘટના સર્જાતા કાટમાળની નીચે એક યુવક દટાયો હતો. જેથી આ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી છે. જે બાદ ફાયરની ટીમ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી.

ફાયરની ટીમ દ્વારા દટાયેલા યુવકને બહાર કાઢવા માટે કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખૂબ મહેનત કરવા છતાં ફાયરની ટીમ કાટમાળની નીચે દટાયેલા યુવકને બચાવી શકી ન હતી. ફાયર બ્રિગેડની ટીમે કાટમાળ ખસેડી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જે બાદ પોલીસ દ્વારા મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં યુવક રાજસ્થાનનો હોવાનું સામે આવ્યું છે. મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

error: