ગુજરાતભરમાં કન્જક્ટિવાઇટિસ રોગના કેસો સતત વધી રહ્યા હોઇ ચિંતાજનક સ્થિતિ બની છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ પંથકમાં કન્જક્ટિવાઇટિસ રોગનો પગપેસારો થઈ ચૂક્યો છે. મેઘરજની મેઘરજની હરિઓમ આશ્રમ શાળાના 39 વિદ્યાર્થીને અસર જોવા મળી હતી. વિગતો મુજબ આશ્રમ શાળાના તમામ વિદ્યાર્થીને આંખમાં દુખાવો અને આંખો લાલ થવાની ફરિયાદ હતી. જેને લઈ તમામ બાળકોની મેઘરજ હોસ્પિટલમાં તપાસ કરાઇ છે. આ તરફ તપાસ કર્યા બાદ તમામને ડ્રોપ અને ટેબ્લેટ સહિત ચશ્મા અપાયા હતા. જોકે હવે કન્જક્ટિવાઇટિસ રોગને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
આ બિમારીથી બચવા માટે નીચેની બાબાબતોનુ ખાસ ધ્યાન આપો.
- સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું
- વારંવાર હાથ ધોવો
- આંખોને વારંવાર અડકવું નહીં
- ટુવાલ, બેડ અને રૂમાલ શેર કરવો નહીં
- કોન્ટેક્સ લેંસને ટાળો
- ડૉકટરની સલાહ વગર દવા ના લેવી
- પબ્લિક સ્વિમિંગ પૂલનો ઉપયોગ ના કરવો
- સંક્રમિત વ્યક્તિથી દૂર રહો
- સંક્રમિત વ્યક્તિની વસ્તુઓનો ઉપયોગ ના કરવો