Satya Tv News

આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ બુધવારે આત્મહત્યા કરી છે. નીતિન દેસાઈનો મૃતદેહ ખાલાપુર રાયગઢના સ્ટુડિયોમાંથી મળી આવ્યો છે. પોલીસને આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.બોલિવુડના જાણીતા આર્ટ ડાયરેક્ટર નિતિન ચંદ્રકાંત દેસાઈએ આત્મહત્યા કરી છે. સુત્રોના જણાવ્યા મુજબ તેમણે પોતાના સ્ટુડિયોમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આ મામલાને જાણકારી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

નીતિન દેસાઈના મૃત્યુ અંગે માહિતી આપતાં કર્જતના ધારાસભ્ય મહેશ બાલ્ડીએ કહ્યું કે નીતિન દેસાઈએ આર્થિક તંગીના કારણે આત્મહત્યા કરી છે. તેમણે કહ્યું, નીતિન દેસાઈ મારા વિધાનસભા ક્ષેત્રમાં આવતા હતા. તેઓ લાંબા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે તેણે આજે સવારે એનડી સ્ટુડિયોમાં આત્મહત્યા કરી લીધી હતી.

નિતિન દેસાઈએ જોધા અકબર, દેવદાસ અને હમ દિલ દે ચુકે સનમ, જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં આર્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું હતુ.નિતિન દેસાઈએ લગાન, હમ દિલ દે ચૂકે સનમ, મિશન કશ્મીર, દેવદાસ, ખાખી, સ્વેદશ જેવી ફિલ્મો માટે પ્રોડક્શન ડિઝાઈનર તરીકે કામ કર્યું હતુ. તેમણે વર્ષ 2000માં હમ દિલ દે ચૂકે સનમ અને 2003માં દેવદાસ માટે સર્વશ્રેષ્ઠ કલા નિર્દેશકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ જીત્યો હતો. આ સિવાય તેમણે ફિલ્મ હરિશ્ચંદ્ર ફેક્ટ્રી માટે બેસ્ટ આર્ટ ડાયરેક્ટરના રુપમાં મહારાષ્ટ્ર રાજ્ય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

નીતિન ચંદ્રકાંત દેસાઈનો જન્મ 6 ઓગસ્ટ 1965ના રોજ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં થયો હતો. ચાર દિવસ પછી તેનો જન્મદિવસ હતો. તેમની ઉંમર 58 વર્ષની છે. પરંતુ તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું. નીતિન દેસાઈની પત્ની નેના નીતિન દેસાઈ ફિલ્મ નિર્માતા છે. બંનેને બે સંતાનો છે, એક પુત્રી અને એક પુત્ર.

error: